રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર, રૂપાણી સરકારે ગરમીમાં આપી મોટી ભેટ

રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર, રૂપાણી સરકારે ગરમીમાં આપી મોટી ભેટ

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. સાથે સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે સરકારે વીજ ગ્રાહકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વીજ કંપનીઓ દ્વારા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરાયો છે.

રાજ્યના લાખો વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર

ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને 310 કરોડની રાહત થશે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરીથી માર્ચ-2020 દરમ્યાન ફ્યુઅલ સરચાર્જની વસુલાત પ્રતિ યુનિટ 2.06 પૈસા હતી. પરંતુ હવે 16 પૈસાના ઘટાડા બાદ એપ્રિલથી જૂન-2020ના ત્રિમાસિક ગાળા દરમ્યાન 1.90 રૂપિયા પ્રતિ યુનિટ સરચાર્જ વસુલવામાં આવશે.

6 તારીખે યલો અને 7 થી 9 મેના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 6 તારીખે યલો અને 7 થી 9 મેના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અમદાવાદનું તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી સુધી રહેશે. જ્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધ ઘટ થશે.

અમદાવાદમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાંક પંથકમાં કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં કોઈ જગ્યાએ વરસાદની નહીં પડે તેવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે. જેને પગલે આગામી બે દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ દિવસ બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે.

Leave a Comment