PM મોદીએ કહ્યું, લોકડાઉન 4 નવા રૂપરંગમાં આવશે,જાણો વિગતે

અત્યારે રાજ્ય સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે જેને લઈને સરકાર અને પબ્લિકમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે.પરંતુ આ કેસ વધવાના પાછળ પણ પબ્લિકનું કોરોનાના નિયમોને લઈને જાગૃત નાં હોવાનું કારણ જ જવાબદાર છે.સમગ્ર દેશમાં કોરોનાનો સામનો કરવા સરકાર પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહી છે.પીએમ મોદી પણ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંપર્કમાં રહી સમગ્ર દેશની ચિંતા કરી રહ્યા છે.આજે પીએમ મોદીએ લાઈવ આવી દેશને સંબોધન કર્યું હતું એમાં દેશની ચિંતા વ્યક્ત કરી હતી અને લોકડાઉન અંગે પણ થોડી વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે એટલે કે મંગળવારે રાતે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, આ દરમિયાન તેમણે દેશની સામે એક વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમએ એમ પણ કહ્યું હતું કે હવે ભારતને આત્મનિર્ભર બનાવવું જરૂરી બન્યું છે. તેમણે પોતાના સંબોધનમાં પાંચ સ્તંભોનો ઉલ્લેખ કર્યો, જે દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.

વડા પ્રધાને જે પાંચ સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે એ પાંચ સ્તંભ :-

1. અર્થવ્યવસ્થા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસિત કરવાની રહેશે, માત્ર ગતિ વધારવા માટે જ નહીં પરંતુ ક્વોન્ટમ જમ્પ મૂકવો પડશે ઝડપથી આગળ વધવું પડશે.

2. ઈન્ફ્રાસ્ટ્રક્ચર: પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જે આધુનિક હોવું જોઈએ અને દેશને આગળ વધારવાનું કામ કરવું જોઈએ.

3. સિસ્ટમ: આપણે એક એવી સિસ્ટમ બનાવવી પડશે કે જે દેશની 21 મી સદીના સપના સાકાર કરે.

4. લોકશાહી : આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે, જ્યાં કરોડો યુવાનો છે. આવી સ્થિતિમાં, આ યુવાધન જ eઉર્જાના સ્ત્રોત છે, જે દેશને આગળ વધારશે.

5. માંગ : પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટેનું એક બજાર છે, તેમ જ સૌથી મોટું માંગ ક્ષેત્ર છે, તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી, જે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આગામી દિવસોમાં વિસ્તૃત કરવામાં આવશે.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે તમે પણ જોઈ શકશો. જ્યારે તમે ભારતના પરિપ્રેક્ષ્યથી બંને સમયગાળા પર નજર નાખશો તો 21 મી સદીનું ભારત બનાવવું એ હવે આપડું સ્વપ્ન જ નથી આપણી જવાબદારી પણ છે.

પીએમ મોદી એ જાહેર કરેલું આ પેકેજ વિવિધ ક્ષેત્રો માટે કામ કરશે,

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હું આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરું છું. આ રકમ ભારતના જીડીપીના લગભગ 10 ટકા. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે. લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે. કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. દેશના એ શ્રમિકો, કિસાનો માટે આ પેકેજ છે જે દેશવાસીઓ માટે દિન-રાત પરિશ્રમ કરે છે. આવતીકાલથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે. કોરોના સંકટે લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેઈન, લોકલ ઉત્પાદનોનું મહત્વ સમજાયું છે. આપણને લોકલ જ બચાવી રહ્યું છે. સ્થાનિક એ જ આપણો જીવનમંત્ર બનવો જોઈએ. આજે જે ગ્લોબલ છે એ દરેક એક તબક્કે લોકલ જ હતા. પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને એ ગ્લોબલ બન્યા છે.ભારતની લોકલ વ્યવસ્થા માટે આપણે જ વોકલ બનીએ. કોરોનાનું નિરાકણ જલદી શક્ય નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે થાકી જઈએ. માસ્ક પહેરશું, ડિસ્ટન્સિંગનું પાલન કરીશું પણ લક્ષ્યથી ડિસ્ટન્સ નહિ રાખીએ.

પીએમ મોદી એ પોતાના ભાષણમાં આજે કહ્યું એમ લોકડાઉનનું ચોથું ચરણ નવા રુપરંગનું, નવા નિયમો સાથેનું હશે,રાજ્યો દ્વારા મળેલા સુચનો મુજબ લોકડાઉન.4 સંબંધિત માહિતી 18 મે પહેલાં મળી જશે. મોદીજીએ એવું પણ કહ્યું હતું કે એમને વિશ્વાસ છે કે આપણે કોરોનાથી લડીશું અને આગળ વધીશું.આત્મનિર્ભરતા આપણને સુખ આપશે અને સશક્ત પણ બનાવશે. આત્મનિર્ભર ભારત એ નૂતન ભારતનો નૂતન સંકલ્પ છે.

Leave a Comment